પ્રયત્ન પોતાના તસુભાર જમીન જીતવી, ભલે અલ્પક્ષેત્રે ભુજબળ થકી સિધ્ધિ વરવી. શાળા શિક્ષણમાં અને જીવન ઘડતરમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર નીતાબેન શાહ એટલે હૃદય અને મનના સમન્વય નુ ઉદાહરણ બની શિક્ષણ અને સમાજ સેવા દ્વારા જીવનમાં વિજય બન્યા છે.
કાકા કાલેલકરે કહ્યું છે કે, ” માણસ કેટલુ જીવે છે તે મહત્વનું નથી પણ કેવુ જીવે છે તે મહત્વનું છે “ સુશ્રી નીતાબેનનો જન્મ પિતા હરીભાઈ અમુલખભાઇ શાહ અને માતા વસંતબેન હરીભાઈને ત્યાં થયેલો નિતાબેન નાનપણથી જ કુશાગ્ર બુધ્ધિ પ્રતિભા ધરાવતાં બાળક હતા. તેમના કુટુંબ માટે અભ્યાસ કયારેય પણ જીવનમાં પ્રાધન્યતા આપવા કે વિકાસ માટે આવશ્યક ન હતો. પણ જયારે સુશ્રી નીતાબેનને ખાતરી થઈ કે તેઓ દેશના શિક્ષણ ક્ષેત્રમાં જોડાશે ત્યારે તેમણે આ ઇચ્છા બીએસસી એમ એડ ના અભ્યાસ પૂર્ણ કરીને સાકાર કરી હતી
પછી તો શિક્ષણ ક્ષેત્રના શ્રી ગણેશ થયા કહેવાયું છે કે “જેમ પુરુષાર્થ ને પાંખ હોય છે,એમ કલમને આંખ હોય છે”.
જુનિયર ક્લાર્ક થી આચર્ય સુધીની વિદ્યાલયની સફર નીતાબેન શાહે સુપેરે પાર પાડી હતી આ સફર સામાજિક ઉન્નતિ ઈચ્છતા કોઈ પણ વ્યક્તિ માટે પ્રેરક છે ૧૯૮૫માં તેઓ આદર્શ કન્યા વિદ્યાલય ,ગુજરાત માં જુનિયર ક્લાર્ક તરિકે જોડાયા ત્યારબાદ ૧૯૯૨ સુધી ત્યા નોકરી કર્યા બાદ શેઠ અમુક વિદ્યાલય માં શિક્ષક તરીકે તથા સહાયક આચાર્ય તરીકેની જવાબદારી વહન કરીને ઉમદા દ્રષ્ટિકોણથી દરરોજ છાત્રો સાથે રહેવું, શીખવી, અને પોતાનો તેમજ વિદ્યાર્થી નો વિકાસ કરવો અને એમના માટે સાચા અર્થમાં શિક્ષણ ધર્મ હતો. સુંદર નેતૃત્વ થી તેઓ શેઠ અમુક વિદ્યાલયમાં ૧૯૯૬માં આચાર્ય પદનો કાર્યભાર કુનેહથી સંભાળ્યો હતો અંક સુભાષિત અહીં સુશ્રી નિતાબેન માટે પર્યાપ્ત છે.
“પંકથી પાંગરે પદ્મને પહાણાઆે પ્રભુ થતા,માટીના માનવ માંથી તો હી કાન બનુ મહા”. તેઓએ આચાર્ય નાજવાબદારીમાં ફેકલ્ટીનું મેનેજમેન્ટ, વિદ્યાર્થી સંગઠન, રાજ્ય સાથેની ક્રિયા પ્રતિક્રિયા વિગેરે ભુમિકા કઠિન હોવા છતાં સરળતાથી નિભાવી હતી જીએસબીનો અભ્યાસ ક્રમ,નૈતિક શિક્ષણ, કૌશલ્ય વિકાસ વિગેરે પ્રેરકક્ષેત્ર વિદ્યાર્થીઓ માટે ઉપકારક બન્યા છે સુશ્રી નિતાબેન સકારાત્મક પરિણામ સાથે વિવિધ કાર્યક્રમોની રચના કરી તેનો અમલ કરાવે છે ,અંક મુક્તક સુશ્રી નિતાબેન માટે પર્યાપ્ત છે.
જીવનની પ્રત્યેક પળ ભેગી કરુ છુ,હું સમય બહુ સાચવીને વાપરુ છુ.સુશ્રી નિતાબેન આણંદ જિલ્લાની ૪૫૦થી વધુ શાળા સંકુલમાં કુશળ નેતૃત્વ કરે છે અને વિદ્યાર્થીની વધુ જાગૃતિ માટે કાયદો, વ્યવસ્થા, વિજ્ઞાન અને પર્યાવરણ ના સંરક્ષણ સુનિશ્ચિત કરે છે, જેના માટે તેઓ સાયન્સ સીટી, ગિર , નહેરુ ફાઉન્ડેશન, આરટીઓ,એનસીસી, એનએસએસ ઇકો ક્લબ, સ્પેસ એનર્જી સેવિંગ્સ ક્લબ,પોલિસ સ્ટેશન વિગેરે સંસ્થાની વિદ્યાર્થીઓને મુલાકાત કરાવે છે. શાળાના દૈનિક કાર્યો, પાંચ વર્ષની યોજના, પ્રગતિશીલ ભાવિષ્ય માટે ધોરણ સુધી ૧૦ તથા ૧૨માં બોર્ડની પરીક્ષામાં સો ટકા પરિણામ લાવવા ખાસ કરીને કન્યાઓ ના નબળુ પરિણામ સુધારવી અને તેના માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર, પ્રયોગશાળા વગેરે સુવિધા સાથે છાત્રોને રમત ગમતમાં પ્રોત્સાહન મળે, વિજ્ઞાનમાં સંશોધન, સમાજ સેવા ના સાથે સંવાદ સાધી ને, વિદ્યાર્થીઓ ને સશસ્ત્રદળ, આર્મી અને એરફોર્સમાં જોડાવા પ્રોત્સાહન બળ સુશ્રી નિતાબેન હર હમેશ પુરુ પાડતા રહ્યા હતા.
ગુજરાત રાજ્ય માં ઘણા ઉદ્યોગપતિઓ છે, તેમજ આપણા માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના છે તેમના પાસે કુશાગ્ર બુધ્ધિ પ્રતિભા છે આવા ગુજરાત રાજ્ય દ્વારા પ્રતિભાશાળી વ્યક્તિઓને પુરસ્કાર આપી તેમની સરાહના કરવામાં આવે છે તે મુજબ સુશ્રી નિતાબેને વાહન વ્યવહાર પ્રધાન શ્રી ફળદુ સાહેબના વરદ હસ્તે શાળા કેટેગરીમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ માટે પુરસ્કાર એનાયત કરાયો હતો.તેમજ બેસ્ટ ઇકો સ્ટોલ માટે ઇકો ફેરમાં પર્યાવરણ અને વન મંત્રાલયે તેમને પુરસ્કાર એનાયત કરાયો હતો અને સૈનિકોના ભંડોળના સંગ્રહ માટે અમદાવાદ જિલ્લામાં રકમ રૂ. 1,23,006 / – સાથે બીજા ક્રમ મેળવ્યો હતો જોકે સુશ્રી નિતાબહેન નુ પુરસ્કાર બાબત અટવી માનવુ છે કે, પુરસ્કાર કયારેક તમારી પ્રગતિ માં રૂકાવટ ઊભી કરે છે માટે પુરસ્કાર ને કયારેય અંતિમ લક્ષ્ય ન માનવુ ઘણા પુરસ્કાર હાસંલ કરવા છતા આજે પણ તેમની પ્રગતિ યાત્રા આગળ વધે છે જે આપણા માટે પ્રેરણા રૂપ છે.
સખત મહેનત, ખંત પ્રયત્નો સરવાળો કરનાર શ્રીમતી નિતાબેન શાહ ને શુભેચ્છા પાઠવી અભિનંદન આપી, અભિવાદન કરતાં ગુણવંત શાહ ના વિચારો થી પાંખીએ, હુ આકાશ મિત્ર છે, સમય મિત્ર છુ, સૂર્ય મિત્ર છુ ,વૃક્ષ મિત્ર છુ,અને પુષ્પ મિત્ર છુ, હુ માનવ મિત્ર છુ, વિચાર- વિવેકમિત્ર છું.